ઓક્ટોબર 2, 2025 6:50 પી એમ(PM)

printer

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની ૧૫૬મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની ૧૫૬મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોએ આજે સાંજે ગાંધી સ્મૃતિ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. તેમણે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર તેમના તૈલચિત્રો પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત, કિરેન રિજિજુ અને પીયૂષ ગોયલ સહિત કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ભૂતપૂર્વ સભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.
આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.