રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રખ્યાત વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ દેવરાવ નિકમ, સામાજિક કાર્યકર્તા સી. સદાનંદન માસ્ટર, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા અને ઇતિહાસકાર તથા શિક્ષણવિદ ડૉ. મીનાક્ષી જૈનને રાજ્યસભામાં નામાંકિત કર્યા છે. ગૃહ મંત્રાલયે એક જાહેરનામામાં આ નિર્ણયની માહિતી આપી છે. શ્રી નિકમે મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં સરકારી વકીલ તરીકે સેવા આપી છે.
કેરળના સી. સદાનંદન શિક્ષણ ક્ષેત્રમાં લાંબી કારકિર્દી ધરાવે છે. તેઓ રાજકીય હિંસાનો ભોગ બન્યા છે અને તેમના બંને પગ ગુમાવી દીધા છે. શ્રી શ્રીંગલાએ અમેરિકા, બાંગ્લાદેશ અને થાઇલેન્ડમાં રાજદૂત તરીકે પણ સેવા આપી છે. ડૉ. જૈને ગાર્ગી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી છે.
રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં તેમના યોગદાન માટે સંસદના ઉપલા ગૃહમાં 12 વ્યક્તિઓને નામાંકિત કરે છે. પ્રધાનમંત્રીએ નિયુક્ત ચાર સભ્યોને શુભકામના પાઠવી છે.
Site Admin | જુલાઇ 13, 2025 1:56 પી એમ(PM)
રાષ્ટ્રપતિ મુર્મૂએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા સહિત ચાર વ્યક્તિઓને રાજ્યસભામાં નામાંકિત કર્યા