રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી છે, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે તમામ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે દિલ્હીના લોકોને અફવાઓ ન ફેલાવવા કે ન માનવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ લોકોને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થવાની કામના કરી છે.
Site Admin | નવેમ્બર 11, 2025 9:25 એ એમ (AM)
રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.