ડિસેમ્બર 4, 2024 2:47 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ મુર્મુ આજે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌકા દળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આજે સવારે પવિત્ર પુરી નગરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રાનાં દર્શન કર્યા હતા અને મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો.
ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મુ આજે બપોરે પુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળ દ્વારા આયોજિત નૌસેના દિવસમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં મરીન કમાન્ડો અને ભારતીય લશ્કરની મદદથી 15 જહાજો, સબમરિન અને 40થી વધુ વિમાનોનું પ્રદર્શન કરવામાં આવશે.
ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાનું સન્માન કરવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. 1971માં ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન આજના દિવસે નૌકા દળનાં ઓપરેશન ટ્રાઇડેન્ટની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.