મે 14, 2025 2:11 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય સેનાની ત્રણેય પાંખના અદભૂત સાહસ અને સંકલનની પ્રશંસા કરી

ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અને સૈન્યની ત્રણે પાંખઓના વડાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, લશ્કરના વડા ઉપેન્દ્ર દ્વિવેદી, હવાઈ દળના વડા એર ચીફ માર્શલ એ પી સિંહ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઓપરેશન સિંદૂર વિશે માહિતગાર કર્યા હતા.
સોશિયલ મીડિયા સંદેશમાં, રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરતાં જણાવ્યું કે આતંકવાદ સામે ભારતના પ્રતિભાવને સફળ બનાવવામાં સંરક્ષણ દળોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.