રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આજે નવા માળખામાં ચેન્જ ઓફ ગાર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત રહ્યા. આ સમારોહ સામાન્ય જનતા માટે 22 ફેબ્રુઆરી શનિવારથી ખુલશે, જેમાં સંગીત અને અન્ય કાર્યક્રમ યોજાશે. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિના અંગરક્ષકો અને બ્રાસ બેન્ડ દ્વારા સૈન્ય ડ્રિલનું પ્રદર્શન કરાશે. આ આયોજનમાં જોડાવા માટેના પાસ visit.rashtrapatibhavan.gov.in પરથી ઓનલાઈન લઈ શકાશે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:04 પી એમ(PM)
રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આજે નવા માળખામાં ચેન્જ ઓફ ગાર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
