રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્રૂ 9 મિશન પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા બદલ નાસાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતની પુત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રીઓએ તેમની દ્રઢતા, સમર્પણ અને અડગતાની પ્રેરણા આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સ અને ક્રૂ ૯ મિશનના પૃથ્વી પર સુરક્ષિત વાપસી માટે અથાક મહેનત કરનારાઓના પ્રયાસોને અવકાશ સંશોધન એ માનવ ક્ષમતાની મર્યાદાઓને આગળ ધપાવવા, સ્વપ્ન જોવાની હિંમત કરવા અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની હિંમત ને અભિનંદન પાઠવીને તેની પ્રશંસા કરી હતી
આ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અને વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે પણ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે સુનિતા વિલિયમ્સના વતન મહેસાણા ના ઝુલાસણ ગામ માં પણ લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સને હેમખેમ પરત ફરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | માર્ચ 19, 2025 3:47 પી એમ(PM)
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરને અભિનંદન પાઠવ્યાં