ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM) | aakshvani | news | newsupdate | topnews

printer

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું.
શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્રધાનમંત્રી સિતિવેની રેબુકા સાથે દ્વીપક્ષીય વાટાઘાટો કરશે. શ્રી મુર્મુ ફિજીની સંસદમાં સંબોધન કરવા ઉપરાંત ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.