રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ ન્યાય આધારિત વિક્સિત ભારતનાં નિર્માણમાં ફોરેન્સિક સાયસન્સી મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, ગુનાઓને ડામવા ફોરેન્સિક તપાસ અને પુરાવા મજબૂત બનાવવા અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું કે, ગુનાઓ પર નિયંત્રણ મેળવવું, ગુનેગારોને દંડિત કરવા તથા નાગરિકોમાં ન્યાય મળવાનો વિશ્વાસ થવો એ સુશાસનની ઓળખ છે.
આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું . છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશની ફોરેન્સિક સાયન્સની ભૂમિકાને મજબૂત બનાવવા
અને સુવિધા તથા ક્ષમતા વધારવા અનેક પગલાં ભરવા બદલ તેમણે ગૃહ અને શિક્ષણ મંત્રાલયની પ્રશંસા કરી હતી.રાષ્ટ્રપતિ આજથી ભુજની બે દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય અને સ્મારકની મુલાકાત લેશે. બાદમાં ધોરડો ખાતે રણોત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદકરશે. ત્યારબાદ તેઓ સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળશે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતી કાલે સુશ્રી મુર્મુ વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઈટની મુલાકાત લેશે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 1:50 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ ન્યાય આધારિત વિક્સિત ભારતનાં નિર્માણમાં ફોરેન્સિક સાયસન્સી મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો છે