ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 2:23 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનને સંબોધતા જણાવ્યું કે ભારત ધમ્મની ધન્ય ભૂમિ છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત ધર્મની ધન્ય ભૂમિ છે, અહીં દરેક યુગમાં મહાન ગુરુઓ અને રહસ્યવાદી રહ્યા છે. નવી દિલ્હીમાં આયોજીત પ્રથમ એશિયન બૌદ્ધ શિખર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે બુદ્ધ આ માર્ગને શોધનારાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે બોધ ગયામાં બોધી વૃક્ષ નીચે સિદ્ધાર્થ ગૌતમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ ઐતિહાસિક રીતે અજોડ ઘટના છે. તેમણે ઉમેર્યું કે આજે જ્યારે વિશ્વ અનેક મોરચે અસ્તિત્વ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે બૌદ્ધ સમુદાય પાસે માનવજાતને આપવા માટે ઘણું બધું છે.
શ્રી મુર્મુએ એશિયાને મજબૂત કરવામાં બૌદ્ધ ધર્મની ભૂમિકા અને તે કેવી રીતે વિશ્વમાં શાંતિ સ્થાપી શકે છે – એ અગે વ્યાપક ચર્ચા કરવા પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે બૈદ્ધ ધર્મનો મુખ્ય સંદેશ શાંતિ અને અહિંસા પર કેન્દ્રીત છે, જે દર્શાવે છે કે વિશ્વને આજે કરૂણાની સૌથી વધારે જરૂર છે.
સાંસ્કૃતિક મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંધના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજીત બે દિવસીય બૌદ્ધ શિખર સંમેલનમાં બૌદ્ધ ધર્મના વિશેષ પ્રતિનિધિઓ, વિદ્વાનો તેમજ અનુયાયીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. ‘એશિયાને સક્ષમ બનાવવા બૌદ્ધ ધર્મની ભૂમિકા’ વિષય વસ્તુને કેન્દ્રમાં રાખતા આ સંમેલન બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસાને રેખાંકિત કરશે. સંમેલન દરમિયાન બૌદ્ધ સમુદાય સામે આવી રહેલા પડકારોના ઉકેલો વિશે ચર્ચા થશે.