ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 22, 2024 3:01 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર2023 એનાયત કર્યા હતા. નવ જેટલી શ્રેણીમાં 38 વિજેતાઓને આ પુરસ્કાર એનાયત કરાયાહતા. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્વૌપદી ર્મુર્મુએ જણાવ્યું કે, જળસંસાધનોના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં રાજ્યોની ભૂમિકા મહત્વની છે.   
સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં પહેલો પુરસ્કાર ઓડિશાને, ઉત્તરપ્રદેશને બીજો અને ગુજરાત તેમજ પુડુચેરીને સંયુક્ત રીતે ત્રીજો પુરસ્કાર એનાયત કરાયો હતો. દરેક વિજેતાઓને એક પ્રશસ્તિપત્ર અને વિજયચિહ્નની સાથે અનેક શ્રેણીઓમાં રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા.જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય જળ પુરસ્કાર જળ સમૃદ્ધ ભારતના, સરકારના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દેશભરમાં લોકો અને સંગઠનો દ્વારા કરાયેલા નોંધપાત્ર પ્રયાસના યોગદાન માટે અપાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.