રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. આ સમારોહમાં પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભનને ‘વિજ્ઞાન રત્ન 2024’ પુરસ્કારથી સમ્માનિત કરાયા.
ડૉ. આનંદરામક્રિષ્નનને કૃષિ વિજ્ઞાનમાં પ્રદાન બદલ ‘વિજ્ઞાન શ્રી’ પુરસ્કારથી સમ્માનિય કરાયા. ઉપરાંત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈના ડૉ. અવેશ કુમાર ત્યાગીને અણુ ઊર્જા ક્ષેત્રે ‘વિજ્ઞાન શ્રી’ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER), પુણેના પ્રો. જયંત ભાલચંદ્ર ઉદગાંવકરને જૈવિક વિજ્ઞાનમાં ‘વિજ્ઞાન શ્રી’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.