રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે. જેઓ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે.
આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે શ્રી મુર્મુએ બંને દેશોના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા ઑકલેન્ડમાં વાણિજ્યિક દૂતાવાસ ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.