ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સમાવેશી અને ટકાઉ વિકાસ માટે સમાજના વંચિત અને પછાત વર્ગોના ઉત્થાન પર ભાર મૂક્યો હતો. ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમની ભાવના જરૂરી છે. વિદ્યાર્થીઓને અભિનંદન આપતા તેમણે કહ્યું, વિદ્યાર્થીઓએ સકારાત્મક માનસિકતા રાખવી જોઈએ અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા ઉભરતી ટેકનોલોજીઓથી પરિચિત રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી. ડૉ. આર.જે. હંસ-ગિલને ડોક્ટર ઓફ સાયન્સ, જ્યારે સામાજિક કાર્યકર સુશ્રી નિવેદિતા રઘુનાથ ભીડેને ડોક્ટર ઓફ લિટરેચર એનાયત કર્યા. આ ઉપરાંત, ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.