માર્ચ 1, 2025 9:43 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. ગઈકાલે ગાંધીનગર ખાતે NFSUના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમસસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું.બાદમાં રાષ્ટ્રપતિએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો. તેમણે કહ્યું કે, પરંપરાગત કળાને જીવંત રાખવા માટે નવી પેઢી આ કળામાં જોડાય તે જરૂરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે ધોરડો ખાતે વણાટ કળા, રોગાન આર્ટ, મર્ડ વર્ક અને ભરતકામના કારીગરો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો.શ્રી મૂર્મુએ હસ્તકલા પ્રદર્શની ની પણ મુલાકાત લીધી હતી. તેમણે રબારી ભરતકામના જાણીતા કારીગર પાબીબેન રબારી સાથે સંવાદ કર્યો હતો. પાબીબેને આ અંગે આ મુજબ જણાવ્યું હતું.રાષ્ટ્રપતિએ કચ્છી રોગાન આર્ટ સાથે આઠ પેઢીથી જોડાયેલા કારીગર પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલગફુર ખત્રી સાથે સંવાદ સાધીને રોગાન કળાના ઈતિહાસની માહિતી મેળવી હતી. આ ઉપરાંત સુશ્રી મૂર્મુએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તના આહલાદક નજારા સાથે “બેસ્ટ ટુરિઝમ વિલેજ” – ધોરડો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. અને ભાતીગળ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.