ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ત્રણ દેશોના પ્રવાસે જવા રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે.

રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, તેઓ અલ્જેરિયા જશે. મુલાકાત દરમિયાન તેઓ અલ્જેરિયાના પ્રમુખ અબ્દેલ માદજીદ ટેબ્બોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ ભારત-અલ્જીરિયા આર્થિક મંચ અને સિદી અબ્દેલ્લાહ વિજ્ઞાન અને ટેક્નોલોજી યુનિવર્સિટીમાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ 16મી ઑક્ટોબરે મોરિટાનિયાની
મુલાકાત લેશે. 
અંતિમ તબક્કામાં તેઓ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન માલાવીની મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ માલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વેપાર અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ મુલાકાતનો ઉદ્દેશ્ય આફ્રિકાના દેશો સાથેના ભારતના વર્તમાન મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.