ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1 લાખ 94 હજાર ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42 ટકા પંચાયતોમાં મહિલાઓની આગેવાની છે.
સમારોહ દરમિયાન પંચાયતીરાજ મંત્રી પુરસ્કાર વિજેતા પંચાયતોની નવીન અને અસરકારક કાર્ય પ્રણાલિઓ અંગે એક પુસ્તિકાનું અનાવરણ કરશે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, આ પુરસ્કારોનો ઉદ્દેશ અન્ય પંચાયતોને શ્રેષ્ઠ કાર્યપ્રણાલિ અપનાવવા પ્રેરિત કરવા તેમજ ગ્રામ્ય ભારતને સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનો છે.