ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 5:34 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી પંચાયતી રાજ સંસ્થાઓનું સન્માન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી પંચાયતી રાજ સંસ્થાઓનું સન્માન કરશે. વર્ષ 2022-23 માટે વિવિધ શ્રેણીઓ હેઠળ કુલ 45 પુરસ્કારોની પસંદગી કરવામાં આવી છે.
આ પુરસ્કારો પંચાયત સ્તરના શાસન અને સામુદાયિક વિકાસમાં સિદ્ધિઓની વિશાળ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે 1.94 લાખ ગ્રામ પંચાયતોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 42 એવોર્ડ વિજેતા પંચાયતોમાંથી 42 ટકા મહિલા આગેવાનો છે.