ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 2:21 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ, જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃષિ વૈજ્ઞાનિકોને કુદરતી આપત્તિઓ, જળવાયુ પરિવર્તન અને કુદરતી સંસાધનો જેવા પડકારોથી ખેડૂતોનું રક્ષણ કરવા નવી યોજનાઓ ઘડવા આહવાન કર્યું છે.તેમણે જણાવ્યું કે, કૃષિ અને કૃષિ વૈજ્ઞાનિકોનાં સશક્તિકરણ માટે લેટેસ્ટ ડ્રોન ટેકનોલોજી, રિમોટ સેન્સિંગ, કૃત્રિમ બુધ્ધિમત્તા અને નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભુવનેશ્વરમાં ઓડિશા કૃષિ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના 40મા દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા.સુશ્રી મુર્મુ આજે બપોરે ભુવનેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથેની એક અદાલતની ઇમારતનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ આવતીકાલે મયુરભંજની મુલાકાત લેશે અને તેમના જન્મસ્થળ ઉપરબેડા ગામના રહેવાસીઓ સાથે વાતચીત કરશે. સુશ્રી મૂર્મુ રાયરંગપુરની મહિલા મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પણ
વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.