ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ પુરસ્કાર વિજેતાઓને પ્રેરણાના કેન્દ્રો જ નહિં પણ પ્રેરણાના સ્ત્રોત ગણાવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દિવ્યાંગ એવોર્ડ વિજેતાઓ માત્ર પ્રેરણાના કેન્દ્રો જ નથી પણ પ્રેરણાના સ્ત્રોત પણ છે. રાષ્ટ્રપતિએ  આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ 2024ના અવસરે 33 ટકા વિકલાંગતા ધરાવતી અનુકરણીય વ્યક્તિઓ અને સંસ્થાઓને સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા.  રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ એવોર્ડના વિજેતાઓ સમાજ માટે રોલ મોડલ બનીને ઉભરી રહ્યા છે. તેમણે કહ્યું કે આને અનુસરીને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગોના સશક્તિકરણની દિશામાં આગળ વધી શકે છે. મુર્મુએ જણાવ્યું હતું કે દિવ્યાંગ વ્યક્તિઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું, તેમના કૌશલ્યોનો વિકાસ કરવો, તેમને રોજગારી પૂરી પાડવી, તેમના ઉત્પાદનોની ખરીદીને પ્રાધાન્ય આપવું અને બજારની સુવિધાઓ પૂરી પાડવાથી દિવ્યાંગ વ્યક્તિઓની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે.રાષ્ટ્રપતિએ દિવ્યાંગ વ્યક્તિઓને સાર્વત્રિક સુલભતા પ્રદાન કરવામાં સુલભ ભારત અભિયાનની ભૂમિકાની નોંધ લીધી.   રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વર્ષની થીમ સમાવેશી અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવાની છે. આનાથી દિવ્યાંગ વ્યક્તિઓમાં નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન મળશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દિવ્યાંગ લોકોને અન્ય સામાન્ય લોકોની જેમ કામ કરવાની તક આપવાથી તેમનામાં આત્મવિશ્વાસની ભાવના અને જીવનને અર્થપૂર્ણ રીતે જીવવાની ઈચ્છા વધશે.આ પ્રસંગે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ.વીરેન્દ્ર કુમારે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવા પર કેન્દ્રિત 16 પરિવર્તનાત્મક પહેલનું અનાવરણ કર્યું હતું. કેટલીક ચાવીરૂપ પહેલોમાં સ્ટેપ નીજોઈન્ટ, ‘એક્સેસ પાથવેઝઃ પાર્ટ-3’અને બ્રેઈલ બુક પોર્ટલનો સમાવેશ થાય છે.