રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય બંધારણને જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ ગણાવ્યું છે. આ દ્વારા દેશે સામાજિક ન્યાય અને સર્વસમાવેશક વિકાસના લક્ષ્યાંકો હાંસલ કર્યા છે.બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સરકારે સમાજના તમામ વર્ગો, ખાસ કરીને નબળા વર્ગોના કલ્યાણ માટે તાજેતરના વર્ષોમાં ઘણાં પગલાં લીધાં છે.
રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ સંબંધિત નારી શક્તિવંદન અધિનિયમ પસાર કરવાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ કાયદાએ મહિલા સશક્તિકરણનાનવા યુગની રચના કરી છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યુંહતું કે આ મહત્વપૂર્ણ દિવસ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે કારણ કે દેશ બંધારણને અપનાવવાના75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી અને ગતિશીલ લોકશાહી માટે આ એક નોંધપાત્રસિદ્ધિ છે. તેમણે કહ્યું કે ભારત નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ, મજબૂત આંતરમાળખાકીય સુવિધાઓ અને વ્યાપકડિજિટલ પ્રવેશ સાથે આગળ વધી રહ્યો છે. આ તમામ સિદ્ધિઓને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળીરહી છે. શ્રી ધનખડે કહ્યું કે આ સિદ્ધિઓ લોકશાહીને અસરકારક રીતે પ્રોત્સાહન આપતા ભારતીય બંધારણનો પુરાવો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કેભારતીય બંધારણ દેશના લોકોની વર્ષોની તપસ્યા, બલિદાન, પ્રતિભા અને શક્તિનું પરિણામ છે. શ્રી બિરલાએ કહ્યું કે બંધારણ દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તનનું પ્રેરક બળ છે.
તેમણે તમામ સાંસદોને અનુરોધ કર્યો કે તેઓ તેમના વિસ્તારોમાં લોકો વચ્ચે બંધારણઅપનાવવાના 75મા વર્ષની ઉજવણી કરે.
આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતનાબંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠને સમર્પિત એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહારપાડી હતી. આ પ્રસંગે “મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનઓફ ઈન્ડિયાઃ અ ગ્લિમ્પ્સ” અને “મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનઓફ ઈન્ડિયા એન્ડ ઈટ્સ ગ્લોરીયસ જર્ની” પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સંસ્કૃત અને મૈથિલી ભાષાઓમાં બંધારણબહાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભારતના બંધારણની કળાને સમર્પિત પુસ્તિકાનુંપણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા, સાંસદો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.