રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુંબઈમાં 26 નવેમ્બર 2008ના દિવસે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિએ લખ્યું કે, દેશવાસીઓની રક્ષા કરવા સર્વોચ્ચ બલિદાન આપનારા સુરક્ષાકર્મીઓને દેશ નમન કરે છે. રાષ્ટ્રપતિએ આવા સુરક્ષાકર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, ભારત આતંકવાદને નાબૂદ કરવા માટે દ્રઢતાથી પ્રતિબદ્ધ છે.
Site Admin | નવેમ્બર 26, 2024 3:48 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુંબઈમાં 26 નવેમ્બર 2008ના દિવસે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
