ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 3:30 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણ દિવસ નિમિત્તે સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ‘આપણા બંધારણના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને આપણે ભારતને એક પ્રગતિશીલ અને સમૃદ્ધ દેશ બનાવી શકીએ છીએ.’ બંધારણ દિવસ નિમિત્તે આજે સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું.
સુશ્રી મુર્મૂએ ઉમેર્યું, ‘આપણું બંધારણ આપણા લોકતાંત્રિક પ્રજાસત્તાકનો પાયો છે, જે આપણા સામૂહિક અને વ્યક્તિગત સ્વાભિમાનને સુનિશ્ચિત કરે છે.’ સુશ્રી મુર્મૂએ 3 નવા ફોજદારી કાયદાનો ઉલ્લેખ કરી તમામ સંશોધકોની પ્રશંસા કરી હતી.
દરમિયાન રાષ્ટ્રપતિએ બંધારણના આદર્શોને પોતાના જીવનમાં અપનાવીને એક નવા ભારતની દિશામાં પગલું ભરવા દેશવાસીઓને અપીલ કરી હતી. સુશ્રીએ સમગ્ર દેશ તરફથી સંવિધાન સભાના સભ્યો અને કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ એક સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ, સંસ્કૃતમાં ભારતના બંધારણ અને મૈથિલીમાં પણ ભારતના બંધારણનું પણ વિમોચન કર્યું હતું.
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, આજના આ ઐતિહાસિક દિવસે ભારતના બંધારણને અપનાવવાના 75 વર્ષની સફળતાનું પ્રતિક છે. આ આપણા દેશની સૌથી મોટી અને સૌથી પ્રગતિશીલ લોકતંત્ર માટે એક મહાન સિદ્ધિ છે.