રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેસરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવશે. કાર્યક્રમ દરમિયાન, ડૉ.મહતાબના સન્માનમાં એક ખાસ સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવશે. ડૉ.હરેકૃષ્ણ મહતાબનો જન્મ 21 નવેમ્બર 1899ના રોજ અગરપારા, ઓડિશામાં થયો હતો. તેઓ ભારતીય ઈતિહાસમાં બહુમુખી નેતા હતા, જેઓ સ્વતંત્રતા સેનાની, રાજકારણી, ઈતિહાસકાર, લેખક, સમાજસુધારક અને પત્રકાર તરીકે જાણીતા હતા. ડૉ. મહતાબને તેમની મજબૂત ઈચ્છાશક્તિ, નિશ્ચય અને પ્રભાવશાલી વ્યક્તિત્વ માટે યાદ કરવામાં આવે છે, તેમણે રાજ્યના અગ્રણી નેતાઓમાંના એક તરીકે ઓળખ મેળવી હતી.
Site Admin | નવેમ્બર 21, 2024 10:17 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેસરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવશે
