રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસામાં ઑડિશાનું યોગદાન મહત્વનું છે. સુશ્રી મુર્મૂએ કહ્યું, પોતાના ગૌરવશાળી ભૂતકાળમાંથી પ્રેરણા લઈ દેશવાસીઓના પ્રયાસ અને સખત મહેનતથી એક વિકસિત ભારતનું નિર્માણ કરાશે.
Site Admin | નવેમ્બર 15, 2024 2:03 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે
