રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ છઠપૂજા મહોત્સવ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યુંકે, ‘સૂર્યનું પૂજન કરવાનો આ છઠ પૂજામહોત્સવ એ દેશના સૌથી જૂના તહેવારોમાંનો એક તહેવાર છે.’
રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, આ તહેવાર નદીઓ અને તળાવોનું સન્માન કરે છે, કુદરતની અનોખી ભેટ આપે છે અને સખત ઉપવાસ દ્વારા મન અને આત્માને પણ શુદ્ધ કરે છે. સુશ્રી મુર્મૂએ કહ્યું કે, આ તહેવાર લોકોને પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરિત કરે છે.
Site Admin | નવેમ્બર 6, 2024 7:50 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ છઠપૂજા મહોત્સવ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
