રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ મૂર્મુ અલ્જેરિયા અને મોરિટાનિયા સહિત ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ગુરુવારે મલાવી પહોંચ્યા હતા. આ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. G-20 ના ભારતના અધ્યક્ષપદ દરમિયાન જ આફ્રિકન સંધને આ જૂથની કાયમી સભ્યતા આપવામાં આવી હતી.