ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતનાં બીજા તબક્કામાં મોરિટાનિયાની મુલાકાતે પહોંચ્યા

આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતનાં બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોરિટાનિયાની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઔલદ ગઝૌનીએ વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું.તેઓ આવતી કાલે રાષ્ટ્રપતિ ગઝૌની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.આ ઉપરાંત તેઓ પ્રતિનિધિમંડળ સ્તરની પણ મંત્રણા કરશે.તેઓ મોરિટાનિયામાં વસતા ભારતીય મૂળનાં લોકો સાથે પણ સંવાદ કરશે.વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ આવતી કાલે તેઓ મલાવી જવા રવાના થશે.