રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે આફ્રિકાના ૩ દેશો અલ્જીરિયા,મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ આજે અલ્જીરિયા પોહચશે. સુશ્રી મૂર્મુ અલ્જેરિયાના રાષ્ટ્ર પ્રમુખ અબ્દેલ માદજીદ તેબ્બુન અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. રાષ્ટ્રપતિ અલ્જેરિયાના મહત્વના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તેઓ
ભારત-અલ્જેરિયા આર્થિક મંચને પણ સંબોધન કરશે .
મુલાકાતના બીજા તબક્કામાં તેઓ 16મી તારીખે મોરિટાનિયાની મુલાકાત લેશે. અંતિમ તબક્કામાં રાષ્ટ્રપતિ 17મી તારીખથી ત્રણ દિવસના પ્રવાસે મલાવી પહોચશે. આ દેશોની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ મૂર્મુ દ્વિપક્ષીય બેઠકો કરશે અને વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. તેઓ આ દેશોમાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ સંવાદ કરશે. સુશ્રી મૂર્મુની આફ્રિકાના આ ત્રણેય દેશોની
આ પ્રથમ મુલાકાત છે.