ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેનાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.આ પ્રસંગે, સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કન્તારામાં ઉત્તમઅભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.તામિલ ફિલ્મ થિરુચિત્રામ્બલમ માટે નિત્યા મેનન અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે.સંગીતમાં અરિજીત સિંહ શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો અને બોમ્બે જયશ્રીને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.