રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદીઓના નવા વર્ષરોશહશના ના પવિત્ર અવસર પર યહૂદીઓને શુભેચ્છા પાઠવી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ સાથે ઇઝરાયેલ અને વિશ્વભરના યહૂદી સમુદાયને નવા વર્ષની શુભેચ્છાઓ આપી. પ્રધાનમંત્રીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂ, ઇઝરાયેલના લોકો અને યહૂદી સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. શ્રીમોદીએ આશા વ્યક્ત કરી કે નવું વર્ષ દરેકના જીવનમાં શાંતિ, આશા અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:32 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદીઓના નવા વર્ષરોશહશના ના પવિત્ર અવસર પર યહૂદીઓને શુભેચ્છા પાઠવી છે
