ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડનાં રાંચીમાં ICAR -નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડની રાજધાની રાંચીમાં નામકુમ ખાતે ICAR – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે. આ સંસ્થાએ નવીનીકરણ દ્વારા 100 કરોડ રૂપિયાની વધારાની આવક પેદા કરી છે અને દેશમાં લાખના ઉત્પાદનને સ્થિરતા આપી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સંસ્થાના વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે. સંસ્થાએ છેલ્લાં 100 વર્ષમાં લાખની વૈજ્ઞાનિક ખેતી દ્વારા અનેક ખેડૂતોને મદદ કરી છે, ખાસ કરીને ઝારખંડ,
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનાં વંચિત જિલ્લાઓમાં રહેતા 10 લાખ આદિવાસી અને ગરીબ ખેડૂત પરિવારોને તેનો ફાયદો થયો છે.