ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 19, 2024 2:02 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈમિત્ર સંમેલનને સંબોધતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિએ પાંચ સફાઈકર્મીને સન્માનિત કર્યા હતા. આ પહેલાં સુશ્રી મુર્મૂએ ઉજ્જૈન—ઇન્દોર છ માર્ગીય રાજમાર્ગનું વર્ચ્યૂઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું.
રાષ્ટ્રપતિએ ઉંમેર્યું, છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન દેશવ્યાપી બની જતાં દેશમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. મધ્યપ્રદેશના અનેક શહેર સફાઈમિત્ર શહેર તરીકે જાહેર થયા તે બદલ સુશ્રી મુર્મૂએ આનંદ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનનો બીજો તબક્કો વર્ષ 2025 સુધી ચાલશે એટલે આપણે આપણે સંપૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લઈશું.
દરમિયાન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જણાવ્યું કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશે સમગ્ર દેશમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ઇન્દોર શહેર સતત સાતમી વખત દેશનું સંપૂર્ણ સ્વચ્છ શહેર બન્યું છે. રાજ્યપાલ મંગુભાઈ પટેલે કહ્યું, આ છ માર્ગીય રાજમાર્ગ શરૂથતાં ઉજ્જૈન આવતા ભક્તોને આવવા-જવામાં સરળતા રહેશે.