જાન્યુઆરી 15, 2026 8:08 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના 50માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પંજાબ અને રાજસ્થાનના બે દિવસના પ્રવાસ અંતર્ગત આજે તેઓ અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના 50મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ જલંધરમાં ડૉ. બી.આર. આંબેડકર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 21મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને જયપુરમાં રામાનંદ મિશન દ્વારા આયોજિત 1008 કુંડીય હનુમાન મહાયજ્ઞમાં હાજરી આપશે.