રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કર્ણાટકના કારવાર નૌકાદળ મથક પર સબમરીન પર સવારી કરી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ સાથે કલવરી ક્લાસ સબમરીન, INS વાઘશીર પર સવારી કરી.
રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર પણ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલી વાર કલવરી ક્લાસ સબમરીન પર સવારી કરી હતી. ડો એપીજે અબ્દુલ કલામ 2006માં વિશાખાપટ્ટનમ ખાતે સબમરીન પર સવારી કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કારવાર પહોંચ્યા પછી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુ ગઈકાલથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે છે.
Site Admin | ડિસેમ્બર 28, 2025 7:55 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્ણાટકના કારવાર નૌકાદળ મથક ખાતે સબમરીન પર સવારી કરી