રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર કર્ણાટકના કારવારમાં INS કદંબ નૌકાદળ મથકની મુલાકાત લેશે. તેઓ ગોવાથી કારવાર નૌકાદળ મથક જશે, જ્યાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને રાજ્યના મંત્રીઓ તેમનું સ્વાગત કરશે. રાષ્ટ્રપતિ કારવાર બંદરથી સબમરીન દ્વારા મુસાફરી કરશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે અગાઉ 2006માં વિશાખાપટ્ટનમમાં સબમરીન દ્વારા મુસાફરી કરી હતી. રાષ્ટ્રપતિની મુલાકાતને કારણે કારવારથી માજાલી સુધીના 18 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતીય વાયુસેનાના બે ફાઇટર વિમાનો ઉડાડનારા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ છે. તેમણે આ વર્ષે 29 ઓક્ટોબરે રાફેલમાં અને 2023માં સુખોઈ-30 MKIમાં ઉડાન ભરી હતી.
Site Admin | ડિસેમ્બર 28, 2025 8:17 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર કર્ણાટકના કારવારમાં INS કદંબ નૌકાદળ મથકની મુલાકાત લેશે