ડિસેમ્બર 27, 2025 8:05 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડના ચાર દિવસના પ્રવાસે જશે.તેઓ આજે સાંજે ગોવા માટે રવાના થશે. આવતીકાલે, તેઓ કર્ણાટકના કારવાર બંદરથી સબમરીન સફર શરૂ કરશે. સોમવારે, સુશ્રી મુર્મુ જમશેદપુરમાં ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.આ લિપિ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે સંથાલ આદિવાસી સમુદાય માટે મહત્વપૂર્ણ છે અને તેમની ઓળખ, સાહિત્ય અને વારસાને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.બાદમાં તેઓ NIT જમશેદપુરના 15મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. મંગળવારે, રાષ્ટ્રપતિ ઝારખંડના ગુમલામાં આંતરરાજ્ય લોકોના સાંસ્કૃતિક મેળાવડા, કાર્તિક યાત્રાને સંબોધિત કરશે.