ડિસેમ્બર 26, 2025 7:59 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વીર બાળ દિવસ નિમિત્તે 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ નિમિત્તે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી નીતિઓ યુવા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી રહી છે, જેમાં યુવાનોને રાષ્ટ્રનિર્માણના કેન્દ્રમાં રાખવામાં આવશે.
પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે મેરા યુવા ભારત પહેલ હેઠળ યુવાનોને જોડવા અને તેમને નેતૃત્વ કૌશલ્યના વિકાસ સાથે તકો પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ભાર મૂક્યો કે દરેક ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો ખુલી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, માતા ગુજરી જી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને ચાર સાહિબઝાદેની હિંમત અને આદર્શો દરેક ભારતીયને શક્તિ આપે છે.