ડિસેમ્બર 23, 2025 7:59 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર – 2025 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર – 2025 એનાયત કર્યા. આ વિજ્ઞાન, ટૅક્નોલૉજી અને નવીનતા ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર વિજ્ઞાનરત્ન, વિજ્ઞાનશ્રી, વિજ્ઞાન યુવા-શાંતિ સ્વરૂપ ભટનાગર અને વિજ્ઞાન ટીમ સહિત ચાર શ્રેણીમાં અપાયા.
પદ્મવિભૂષણ પ્રાધ્યાપક જયંત વિષ્ણુ નાર્લિકરને મરણોત્તર વિજ્ઞાનરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા. જ્યારે આઠ વૈજ્ઞાનિકને વિજ્ઞાનશ્રી પુરસ્કાર અને 14 યુવા વૈજ્ઞાનિકને વિજ્ઞાન યુવા શ્રેણી હેઠળ સન્માનિત કરાયા. જ્યારે વિજ્ઞાનમાં ટીમ પુરસ્કાર અરોમા મિશન C.S.I.R.ને અપાયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.