રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દેશવાસીઓને સુરક્ષા પૂરી પાડવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં 38મા ઇન્ટેલિજન્સ બ્યુરો શતાબ્દી એન્ડોમેન્ટ સત્રમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, છેલ્લા દાયકા દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી સુરક્ષા એજન્સીઓએ દેશની અંદર અસંખ્ય જોખમોનો નાશ કર્યો છે.
રાષ્ટ્રપતિએ દેશની આંતરિક સુરક્ષા માટે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આપવામાં આવેલા અસાધારણ યોગદાન બદલ ઊંડી પ્રશંસા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ઇન્ટેલિજન્સ બ્યુરો અદ્રશ્ય નાયકોની એજન્સી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમાર, ગૃહ સચિવ ગોવિંદ મોહન આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ તકે ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન કુમાર ડેકાએ જણાવ્યું કે, ઇન્ટેલિજન્સ બ્યુરો હંમેશા દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં મોખરે રહ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરતા અસંખ્ય પડકારોને ઓળખવામાં અને તેનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું દેશવાસીઓને સુરક્ષા પૂરી પાડવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવામાં I B ની ઉત્કૃષ્ટ ભૂમિકા