ડિસેમ્બર 22, 2025 8:33 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાંતિ બિલ તથા જી રામ જી બિલને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટકાઉ પરમાણુ ઊર્જા ઉપયોગ અને વિકાસ, ભારત રૂપાંતર બિલ, 2025 – શાંતિ બિલને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિએ ગઈકાલે સંસદના શિયાળુ સત્રમાં પસાર થયેલા આ બિલને સંમતિ આપી હતી. આ બિલ નાગરિક પરમાણુ ક્ષેત્રને લગતા તમામ કાયદાઓને એકીકૃત કરે છે અને તેમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીની પણ જોગવાઈ છે. આ બિલ પરમાણુ ઊર્જા અધિનિયમ, 1962 અને નાગરિક પરમાણુ નુકસાન જવાબદારી અધિનિયમ, 2010ને રદ કરે છે, જેને ભારતમાં નાગરિક પરમાણુ ક્ષેત્રના વિકાસમાં અવરોધ માનવામાં આવતા હતા. આ કાયદો ખાનગી કંપનીઓ અને સંયુક્ત સાહસોને સરકારના લાઇસન્સ હેઠળ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બનાવવા, માલિકી, સંચાલન કરવા સક્ષમ બનાવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત-જી રામ જી બિલને પણ મંજૂરી આપી છે. સંસદે તાજેતરમાં પૂર્ણ થયેલા શિયાળુ સત્રમાં આ કાયદો પસાર કર્યો હતો. આ કાયદાનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો છે. તેમાં દરેક ગ્રામીણ પરિવારને વર્ષે 125 દિવસની વેતન રોજગારની કાયદેસર રીતે ખાતરી આપવામાં આવશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ કાયદાને વિકાસ અને ગરીબોના કલ્યાણને ટેકો આપતુ ગણાવ્યું છે.