ડિસેમ્બર 16, 2025 9:05 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે રવાના થશે. કર્ણાટકમાં, રાષ્ટ્રપતિ આજે માલવલ્લી ખાતે આદિ જગદગુરુ શ્રી શિવરાત્રેશ્વર શિવયોગી મહાસ્વામીજીના ૧૦૬૬મા જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે.
આવતીકાલે શ્રી મુર્મું તમિલનાડુમાં રહેશે, જ્યાં તેઓ વેલ્લોરના સુવર્ણ મંદિરમાં દર્શન અને આરતી કરશે. બાદમાં, તેઓ શિયાળાના પ્રવાસ માટે રાષ્ટ્રપતિ નિલયમ, બોલારમ, સિકંદરાબાદ પહોંચશે. શુક્રવારે હૈદરાબાદમાં તેલંગાણા જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત જાહેર સેવા આયોગના અધ્યક્ષો માટે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ શનિવારે હૈદરાબાદમાં બ્રહ્માકુમારી શાંતિ સરોવર દ્વારા તેની ૨૧મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ‘ભારતનું કાલાતીત જ્ઞાન: શાંતિ અને પ્રગતિના માર્ગો’ વિષય પર એક પરિષદને પણ સંબોધિત કરવાના છે.