આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. દર વર્ષે આજ રોજ ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને ઉર્જા કાર્યક્ષમતામાં રાષ્ટ્રની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો 2025 અને ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા 2025 ના વિજેતાઓનું સન્માન કર્યું. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉર્જા સંરક્ષણ હવે માત્ર એક વિકલ્પ નથી પરંતુ વર્તમાન સમયની જરૂરિયાત છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ભાર મૂક્યો કે ઉર્જાનો દરેક એકમ બચાવ પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને ભવિષ્યની પેઢીઓ માટે કાળજી અને સંવેદનશીલતા દર્શાવે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ભારતે ઉર્જા સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા સંક્રમણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પગલાં લીધાં છે. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે દેશે નિર્ધારિત સમયમર્યાદા પહેલા તેની સ્વચ્છ ઉર્જા પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી છે, જે ઉર્જા કાર્યક્ષમતા અને ડીકાર્બોનાઇઝેશનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
Site Admin | ડિસેમ્બર 14, 2025 1:57 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા એવોર્ડ અર્પણ કર્યા.