રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરના સેનાપતિ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે – એક જાહેર સભાને સંબોધિત કરશે
રાષ્ટ્રપતિ ઇમ્ફાલમાં નુ. પી. લાલ મેમોરિયલ કોમ્પ્લેક્સની મુલાકાત લેશે.રાજ્યની બહાદુર મહિલાઓને શ્રદ્ધાંજલિ પણ આપશે.
શ્રી મુર્મુએ ગઈકાલે ઇમ્ફાલમાં એક હજાર 387 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યું. જેમાં આરોગ્ય, શિક્ષણ, આદિવાસી વિકાસ, રસ્તાઓ, કૃષિ, વીજળી અને પીવાના પાણી સંબંધિત વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર મણિપુરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.મણિપુરના લોકોની સુખાકારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 8:45 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરના ઇમ્ફાલમાં એક હજાર ૩૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું