ડિસેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ગુજરાતનાં ત્રણ સહિત 48 કલાકારોને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા. ગુજરાતનાં ત્રણ સહિત 48 કલાકારોને આ પુરસ્કાર એનાયત કરાયા. કચ્છી બાંધણીના કલાકાર ગુલામહુસેન ઉમર ખત્રીને વર્ષ 2023 માટેના શિલ્પ ગુરુ શ્રેણીમાં પુરસ્કાર અપાયો. વર્ષ 2023ના રાષ્ટ્રીય પુરસ્કારની શ્રેણીમાં રાજ્યના રોશન છીપા અને વર્ષ 2024ના રાષ્ટ્રીય પુરસ્કારની શ્રેણીમાં સુમિત ચિત્રાને સન્માનિત કરાયા છે.
આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો અસાધારણ કલાત્મક નિપુણતા અને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાને જાળવવા તેમજ પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.