ડિસેમ્બર 9, 2025 2:15 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો અસાધારણ કલાત્મક નિપુણતા અને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
2023 માટે, હાથથી દોરવામાં આવેલા કાપડ શ્રેણીમાં શિલ્પ ગુરુ પુરસ્કાર પશ્ચિમ બંગાળના અજિત કુમાર દાસને જ્યારે આંધ્રપ્રદેશના ડી શિવમ્માને ચામડાની કઠપૂતળી શ્રેણીમાં એવોર્ડ મળ્યો હતો. છત્તીસગઢના હીરાબાઈ ઝારેકા બાઘેલને ધાતુ કારીગરી માટે, ઉત્તર પ્રદેશના ઇમ્તિયાઝ અહમદને હાથથી બનાવેલા કાર્પેટ માટે અને રાજસ્થાનના રોશન છિપાને કલાત્મક કાપડ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ૨૦૨૪ માટે, ધાતુ કારીગરી શ્રેણીમાં હરિયાણાના સુભાષ અરોરાને અને લાકડાની કોતરણી શ્રેણીમાં ઉત્તર પ્રદેશના મોહમ્મદ દિલશાદને શિલ્પ ગુરુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૨૪ માટે પથ્થર કોતરણી માટે તમિલનાડુના ટી. ભાસ્કરન, ચિત્રકામ માટે પશ્ચિમ બંગાળના રૂપબન ચિત્રકર અને આદિવાસી કારીગરો શ્રેણી હેઠળ મધ્ય પ્રદેશના બલદેવ બાઘમારેને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
૨૦૨૩ અને ૨૦૨૪ માટે કુલ ૧૨ કારીગરોને શિલ્પ ગુરુ પુરસ્કારો મળ્યા, જ્યારે ૩૬ કારીગરોને બંને વર્ષ માટે રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવ્યા હતા.