રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, જ્યારે દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. તેમણે કહ્યું, તેમની સાથે દયા નહીં, પણ સન્માન અને ગરિમાનો વ્યવહાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં દિવ્યાંગજન સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહને સંબોધતાં આ વાત કહી.
કાર્યક્રમ દરમિયાન તેમણે દિવ્યાગંજનોના સશક્તિકરણમાં તેમના પ્રયાસ માટે લોકો અને સંસ્થાઓને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યા. સુશ્રી મુર્મૂએ દિવ્યાંગજનોની પ્રશંસા કરતાં તેમની અવિશ્વસનીય સિદ્ધિઓને દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત ગણાવી.
Site Admin | ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરાય ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે.