રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર, તિરુવનંતપુરમ નજીક શંગુમુગમ બીચ પર ભારતીય નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રદર્શનમાં નૌકાદળની શક્તિ અને લડાઇ તૈયારીનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં 19 મુખ્ય યુદ્ધ જહાજો અને ફાઇટર અને સર્વેલન્સ એરક્રાફ્ટ સહિત 32 વિમાનો ભાગ લેશે. કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ લોક ભવનની મુલાકાત લેશે
Site Admin | ડિસેમ્બર 3, 2025 9:18 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમમાં નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે