રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું કે, ભારત માત્ર આર્થિક સ્વતંત્રતાના માર્ગ પર જ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેની આર્થિક ભૂમિકાનો વિસ્તાર પણ કરી રહ્યું છે. તેમણે નવી દિલ્હીમાં ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (FDDI) ના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ફૂટવેર ઉદ્યોગ અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, નાણાકીય વર્ષ 2024-25 માં નિકાસ 2 હજાર 500 મિલિયન ડોલરથી વધુ થઈ ગઈ છે.
તેમણે આજે સ્નાતકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે કુશળ યુવાનોની આગામી પેઢી વર્ષ 2047 માં વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરશે.
Site Admin | ડિસેમ્બર 1, 2025 2:20 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વૈશ્વિક સ્તરે તેની આર્થિક ભૂમિકાનો વિસ્તાર કરી રહ્યું છે.