રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વને માર્ગદર્શન આપવામાં વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું છે.
નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025માં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સશસ્ત્ર દળોએ દરેક સુરક્ષા પડકાર દરમિયાન નોંધપાત્ર અનુકૂલનક્ષમતા અને સંકલ્પ દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ઓપરેશન સિંદૂરની તાજેતરની સફળતા દેશની આતંકવાદ વિરોધી અને તેના નિવારણની વ્યૂહરચનામાં એક નિર્ણાયક ક્ષણ છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ એ ભાર પૂર્વક જણાવ્યુ હતું કે સરહદોને મજબૂત બનાવવા ઉપરાંત, સંરક્ષણ દળોએ માળખાગત સુવિધાઓ, સંકલન, પ્રવાસન અને શિક્ષણ દ્વારા સરહદી વિસ્તારના વિકાસમાં પણ મદદ કરી છે.
Site Admin | નવેમ્બર 27, 2025 2:24 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું